Wednesday, September 25, 2013

ગઝલ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….

   
જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.




જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

Saturday, September 14, 2013

ધૂન




ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

કેશવ નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

બદરી નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

સત્ય નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

રામ નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ

ગોવિંદ નારાયણ નારાયણ નારાયણ
ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ 




ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું,
ઇસુ પિતા પ્રભુ તું ... ૐ તત્સત્
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું,
રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું,
ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય
આત્મ-લિંગ શિવ તું ... ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું,
પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક
સવિતા પાવક તું ... ૐ તત્સત્

Wednesday, September 11, 2013

satgurudev sat harirambapa




                                                                                                                      
- ૐ મંગલમ, ૐ કાર મંગલમ
ગુરુ મંગલમ, ગુરુ પાદ મંગલમ
ૐ મંગલમ, ૐ કાર મંગલમ
ગુરુ મંગલમ, ગુરુ શરણ મંગલમ
ૐ મંગલમ, ૐ કાર મંગલમ
ગુરુ મંગલમ, ગુરુ સેવા મંગલમ
ૐ મંગલમ, ૐ કાર મંગલમ
ગુરુ મંગલમ, કૃપા મંગલમ


ૐ મંગલમ, ૐ કાર મંગલમ
ગુરુ મંગલમ, ગુરુ આજ્ઞા મંગલમ
ૐ મંગલમ, ૐ કાર મંગલમ
ગુરુ મંગલમ, ગુરુ પાદ મંગલમ
-  મમ સદગુરુ ચરણ સદા શરણમ્ 
 
      






ગુરુદેવ તમારી જય જય હો.
મારા અનાથું ના નાથ ની જય જય હો .......
મારા ભક્તો ના ભેરુ ની જય જય હો
ગુરુદેવ તમારી જય જય હો...........
મારા અલખ અનામી ની જય જય હો...........
મારા સતીયો ના શ્યામ ની જય જય હો .......
 ગુરુદેવ તમારી જય જય હો..
ગુરુદેવનાં ચરણમાં કરીએ કરોડ વંદન,
પરબ્રહ્મનાં ચરણમાં કરીએ કરોડ વંદન... °ટેક
ભવજળને તારનારા, નાવિક તમે અમારા;
  હે દિનબંધુ પ્યારા... કરીએ° ૧
અમે દીન હીન આવ્યા, ના સાથ કાંઈ લાવ્યા;
  તમે પ્રેમથી સ્વીકાર્યા... કરીએ° ૨
હે શ્રીહરિના સાથી, શ્રીજી સમા પ્રતાપી;
  અંતર વસેલ સાક્ષી... કરીએ° ૩
તમે જ્ઞાનવાણી વરસ્યા, અમે તોય રહ્યા તરસ્યા;
  અરે ! તોય હૈયાં હરખ્યાં... કરીએ° ૪
વસજો સદા નયનમાં, અને રાખજો શરણમાં;
  અમ વાસ હો ચરણમાં... કરીએ° ૫




  • ગુરુદેવ તમારી જય જય હો.
    મારા અનાથું ના નાથ ની જય જય હો .......
    મારા ભક્તો ના ભેરુ ની જય જય હો
    ગુરુદેવ તમારી જય જય હો...........
    મારા અલખ અનામી ની જય જય હો...........
    મારા સતીયો ના શ્યામ ની જય જય હો .......
     ગુરુદેવ તમારી જય જય હો..

 


સહનાવવતુ |
સહનૌ ભુનક્તુ |
સહવીર્યં કરવા વહૈ |
તેજસ્વિના વધિ તમસ્તુ |
મા વિદ્વિષા વહૈ ||
                                    ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
                                       સર્વેऽત્ર સુખિનઃ સન્તુ |
                                          સર્વે સન્તુ નિરામયાઃ ||
                                        સર્વે ભદ્રાણિ પશ્યન્તુ |
                                      મા કશ્ચિત દુઃખમાપ્નુયાત ||
                                      ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ


અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;
ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય….
અમારામાં અવગુણ રે….૦
ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;
ગુરુજી ! મારા પારસમણીને રે તોલ…
  અમારામાં અવગુણ રે…. 
          
ગુરુ હમારા ગારુડી કીધી મુજ પર મહેર
મહોરો દિનો મરમરો ઉતર ગયા સબ ઝેર .......................
 
  
     ગુરુ મૂર્તિ ચંદ્રમાં સેવક નૈન ચકોર


           પલ પલ નીરખત રહે ગુરુ મૂર્તિ કી ઔર...



                                        ગુરુ પદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય
                       શિવ વિરંચી શારદા ગુરુ તણા યશ ગાય............




      
                        sarvdata satguru dev sat hariram bapa ni jay ho

   jagdamba swarup satma manima nijay ho