આત્માને ઓળખ્યા વિના...
આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોર્યાસી નહિ તો ટળે...હોજી
ભ્રમણાંને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહીં તો મટે...હોજી
... (ટેક)
આ કોયલને કાગ રે, એ તો રંગે રૂપે એક છે...હોજી
એ તો એની બોલી થકી ઓળખાય રે...
હે...લખ ચોર્યાસી...
આ હંસલો ને બગલો રે, રંગેરૂપે એક છે...હોજી
એ તો એના આહાર થકી ઓળખાય રે...
હે...લખ ચોર્યાસી...
સતી નારીને ગુણિકા રે, રંગેરૂપે એક છે...હોજી
સતી નારી એની સેવા થકી ઓળખાય રે...
હે...લખ ચોર્યાસી...
આ ગુરુને પ્રતાપે રે, મીરાબાઈ બોલ્યા...હોજી
દે જો અમને સંત ચરણમાં વાસ રે...
હે...લખ ચોર્યાસી...
એ રી મૈ તો પ્રેમ દીવાની,મેરો દર્દ ન જાને કોઈ.જો મૈ ઐસા જાનતી,પ્રીત કિયે દુઃખ હોય,
નગર ઢીંઢોરા પીટતી,પ્રીત ન કીજો કોઈ…
ઘાયલ કી ગતિ ઘાયલ જાને,જો કોઈ ઘાયલ હોય,
જોહરી કી ગતિ જોહરી જાણે,કી જીન જોહરી હોય……
સુલી ઉપર સેજ હમારી,સોવન કિસ વિધ હોય?!
ગગન મંડળ પર સેજ પિયાકી,કિસ વિધ મિલના હોય….
દર્દ કે મારે બનબન ઢુંઢુ,વૈદ મિલા ના કોય,
મીરાં કે પ્રભુ,દર્દ મિટે જબ,વૈદ સાંવરિયા હોય
જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
આહ રે કયા રે હંસા, ડોલવા ને લાગી રે
પડી ગયા દાંત માંય, રેખું તો રહયું…
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….
તારે ને મારે હંસા, પ્રિત્યું રે બંધાણી રે
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહયું…
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
બાઈ મીરાં કહે ?રે પ્રભુ, ગીરધાર નાં ગુણ
પ્રેમ નો પિયાલો તમને, પાઉં ને પીઉં …
મારો હંસલો નાનો ને દેવળ જુનું તો થયું…
જુનું તો થયું રે દેવળ, જુનું તો થયું…….
શું કરશો જઈ વનમાં… ટેક
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..
જોગ કરો ભલે જગન કરાવો,
પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,
હરિ વસે છે હરિના જનમાં… હરિ..
મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ [2]
જાકે સર મોર મુકુટ મેરો પતિ સોઈ
-- મેરે તો ગિરિધર ગોપાલ
અસુવન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ
અબ તો બેલ ફૈલ ગઈ આનંદ ફલ હોઈ
-- મેરે તો ગિરિધર ગોપાલ
તાત માત ભ્રાત બંધુ આપણો ન કોઈ[2]
છાંડ ગઈ તુલસી પાન કા કરી હે કોઈ
-- મેરે તો ગિરિધર ગોપાલ
ચુનરીકે કીયે ટુક ઓઢલી ઈલોઈ
મોતી મોંઘે ઉતાર બનમાલા પોઈ
મેરે તો ગિરિધર ગોપાલ દુસરો ન કોઈ[2]
જાકે સએઅ મોર મુકુટ મેરો પતિ સોઈ
-- મેરે તો ગિરિધર ગોપાલ
પાયોજી મૈને રામ રતન ધન પાયો
વસ્તુ અમૌલિક દી મેરે સતગુરુ
કિરપા કર અપનાયો – પાયોજી મૈને –[2]
--પાયોજી મૈંને
જનમ જનમકી પૂંજી પાઈ
જગમેં સભી ખોવાયો – પાયોજી મૈંને-[2]
-- પાયોજી મૈંને
ખરચૈ ન ખૂટે ચોર ન લૂટે
દિન દિન બઢત સવાયો – પાયોજી મૈંને-[2]
-- પાયોજી મૈંને
સતકી નાવ ખેવટિયા સત ગુરુ
ભવ સાગર તર આયો –પાયોજી મૈને-[2]
-- પાયોજી મૈંને
મીરાકે પ્રભુ ગિરિધર નાગર
હરખ હરખ જસ ગાયો – પાયોજી મૈંને –[2]
-- પાયોજી મૈંને
ગિરધારીલાલા [2]
મને ચાકર રાખોજી [2]
ગિરધરીલાલા મને ચાકર રાખોજી [2]
ચાકર રહશું બાગ લગાશું નીત ઉઠ દરશન પાસું
વૃંદાવનકી કુંજ ગલીમેં ગોવિંદલીલા ગાસું
મને ચાકર રાખોજી[2]
ચાકરીમેં દરશન પાઉં સુમિરન પાઉં ખરચી[2]
ભાવ ભગત જાગી રે પાઉં [2] ઈનો બાતા કરતી
મને ચાકર રાખોજી
મોરમુકુટ પિતાંબર સોહે ગલે વૈજતી માલા [2]
વૃંદાવનમેં ધેનુ ચરાવે મોહન મુરલીવાલા
મને ચાકર રાખોજી
ઊંચે ઊંચે મહેલ બનાવું [2] બીચ બીચ રાખું બારી
સાંવરિયાકે દરસન પાઉં [2] હ્રિ કસુંબલ ખાતી
મને ચાકર રાખોજી
જોગી આયા જોગ કરન કો [2] તપ કરને સન્યાસી
હરિભજનકો સાધુ આયે વૃંદાવનકે બાસી
મને ચાકર રાખોજી[2]
મીરા કે પ્રભુ ગહન ગંભીરા હૃદય રહોજી ધીરા
આધી રાત પ્રભુ દરશન દીનો [2] જમુનાજીકે તીરા
મને ચાકર રાખોજી
ગિરધારીલાલા મને ચાકર રાખોજી
મને ચાકર રાખોજી [2]
ગિરધરીલાલા મને ચાકર રાખોજી [2]
ચાકર રહશું બાગ લગાશું નીત ઉઠ દરશન પાસું
વૃંદાવનકી કુંજ ગલીમેં ગોવિંદલીલા ગાસું
મને ચાકર રાખોજી[2]
ચાકરીમેં દરશન પાઉં સુમિરન પાઉં ખરચી[2]
ભાવ ભગત જાગી રે પાઉં [2] ઈનો બાતા કરતી
મને ચાકર રાખોજી
મોરમુકુટ પિતાંબર સોહે ગલે વૈજતી માલા [2]
વૃંદાવનમેં ધેનુ ચરાવે મોહન મુરલીવાલા
મને ચાકર રાખોજી
ઊંચે ઊંચે મહેલ બનાવું [2] બીચ બીચ રાખું બારી
સાંવરિયાકે દરસન પાઉં [2] હ્રિ કસુંબલ ખાતી
મને ચાકર રાખોજી
જોગી આયા જોગ કરન કો [2] તપ કરને સન્યાસી
હરિભજનકો સાધુ આયે વૃંદાવનકે બાસી
મને ચાકર રાખોજી[2]
મીરા કે પ્રભુ ગહન ગંભીરા હૃદય રહોજી ધીરા
આધી રાત પ્રભુ દરશન દીનો [2] જમુનાજીકે તીરા
મને ચાકર રાખોજી
ગિરધારીલાલા મને ચાકર રાખોજી
રામ રાખે તેમ રહીએ
રામ રાખે તેમ રહીએ…. ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી.. રામ રાખે તેમ રહીએ…
મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે
મને કૃષ્ણ કનૈયાની મોરલી ગમે,
મને જશોદાના લાલની મોરલી ગમે,
રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની…
મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એતો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની…
મને જશોદાના લાલની મોરલી ગમે,
રાત-દિવસ મારા મનમાં વસી,
રાત-દિવસ મારા દિલમાં વસી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા વનમાં તેં મોરલી વગાડી હતી,
તમે સુતી ગોપીને જગાડી હતી,
મને કૃષ્ણ કનૈયાની…
વા’લા મોરલીમાં આવું શું જાદુ કર્યું,
તમે સારું ગોકુળીયું ઘેલું કર્યું,
મને કૃષ્ણ કનૈયાની…
મીરાં મસ્ત બની છે સાધુ-સંતમાં રે,
એતો વહી ગઈ રણછોડજીનાં અંગમાં રે,
મને કૃષ્ણ કનૈયાની…
કરમનો સંગાથી
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હો.. એક રે ગાયુનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ..
હેજી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ.. હેજી રે કરમનો સંગાથી..
હેજી રે કરમનો સંગાથી, રાણા મારું કોઈ નથી..
હો.. એક રે ગાયુનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય.. હેજી રે કરમનો સંગાથી..
હો.. એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ..
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ..
હેજી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ.. હેજી રે કરમનો સંગાથી..
કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે.
કાનુડો શું જાણે..
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરર રે.
કાનુડો શું જાણે..
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યાં છે,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરર રે.
કાનુડો શું જાણે..
જમુનાને કાંઠે વા’લો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્ય ઢોર, ભાગ્યાં હરરર રે.
કાનુડો શું જાણે..
હું વરણાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરર રે.
કાનુડો શું જાણે..
બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાક, રાખ ઉડી ખરરર રે.
કાનુડો શું જાણે..
બાઈ અમે બાળ કુંવારા રે.
કાનુડો શું જાણે..
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરર રે.
કાનુડો શું જાણે..
વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યાં છે,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરર રે.
કાનુડો શું જાણે..
જમુનાને કાંઠે વા’લો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્ય ઢોર, ભાગ્યાં હરરર રે.
કાનુડો શું જાણે..
હું વરણાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરર રે.
કાનુડો શું જાણે..
બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાક, રાખ ઉડી ખરરર રે.
કાનુડો શું જાણે..
હરિ વસે હરિના જનમાં
હાં રે હરિ વસે હરિના જનમાં,
હાં રે તમે શું કરશો જઈ વનમાં.
હાં રે હરિ..
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશી જાઓ, ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં.
હાં રે હરિ..
જોગ કરો ને ભલે જગન કરવો,
પ્રભુ નથી હોમ હવનમાં;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિજનમાં.
હાં રે હરિ..
હાં રે તમે શું કરશો જઈ વનમાં.
હાં રે હરિ..
ભેખ ધરીને તમે શીદ ભટકો છો,
પ્રભુ નથી વન કે અરણ્યમાં;
કાશી જાઓ, ગંગાજી ન્હાવો,
પ્રભુ નથી પાણી કે પવનમાં.
હાં રે હરિ..
જોગ કરો ને ભલે જગન કરવો,
પ્રભુ નથી હોમ હવનમાં;
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરિ વસે છે હરિજનમાં.
હાં રે હરિ..
ઝેર તો પીધાં જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
ઝેર તો પીધાં જાણી જાણી
કોયલ ને કાગ રાણા એક જ વરણા રે,
કડવી લાગે છે કાગવાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
ઝેર નાં કટોરા જ્યારે રાણાજી મોકલે,
તેનાં બનાવ્યા દૂધ-પાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
રીસ કરીને રાણો ખડગ ઉપાડે રે,
ક્રોધ રૂપે દરસાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
સાધુ નો સંગ મીરાં છોડી દિયો રે,
તો તુને કરુ પટરાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
બાઇ મીરાં કહે પ્રભુ ગીરીધરનાગર,
મન રે મળ્યાં કાનુદાણી, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
નથી રે પીધાં અણજાણી રે, મેવાડા રાજા
ઝેર તો પીધાં જાણી જાણી
વૃંદાવન મોરલી વાગે છે
વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…
તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…
વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…
વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…
પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…
કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…
અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…
તેનો નાદ ગગનમાં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન…
વૃંદા તે વનને મારગડે જાતાં,
દાણ દહીંના માગે છે. વૃંદાવન…
વૃંદા તે વનની કુંજગલીમાં,
રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન…
પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો સાજે છે. વૃંદાવન…
કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલાના મુખ પર મોરલી બિરાજે છે. વૃંદાવન…
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન…
અમે સૂતાં’તાં ભર નિદ્રામાં,
નણદલ વેરણ જાગે છે. વૃંદાવન…
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન…
જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦
ગોવિંદો પ્રાણ અમારો
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…
કાનુડો માંગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માંગ્યો દે.
મોહન માંગ્યો દે.
આજની રાત અમે રંગ ભરી રમશું
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો
પરભાતે પાછો માંગી લે ને રે યશોદા મૈયા …કાનુડો માંગ્યો
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો
ત્રાજવડે તોળી તોળી દે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો
કાંબી ને કડલા ને અણવટ વિછીયા
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો
હાર હૈયાનો માંગી લે ને રે યશોદા મૈયા … કાનુડો માંગ્યો
હાથી ઘોડા ને આ માલ ખજાના
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો
મેલ્યું સજીને તમે લ્યોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો
ચરણ કમળ મને દોને યશોદા મૈયા … કાનુડો માંગ્યો
મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
પગ ઘુંઘરું બાંધી મીરાં નાચી રે
પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી રે…. ટેક
મૈં તો મેરે નારાયણ કી,
આપ હી હો ગઇ દાસી રે…. પગ….
આપ હી હો ગઇ દાસી રે…. પગ….
લોગ કહે મીરાં ભયી બાંવરી,
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….
ન્યાત કહે કુલ નાસી રે…. પગ….
વિષ કા પ્યાલા રાણાજીને ભેજ્યા,
પીવત મીરાં હાંસી રે…. પગ….
પીવત મીરાં હાંસી રે…. પગ….
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
સહજ મિલે અવિનાશી રે…. પગ….
સહજ મિલે અવિનાશી રે…. પગ….
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર
મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….
કોયલ કરે કલશોર – બોલે….
માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….
બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે
તું મારા ચિતડાનો ચોર – બોલે
મોહે લાગી લટક ગુરુ ચરનનકી
મોહે લાગી લટક ગુરુ ચરનનકી.
ચરન બિના મુઝે કછુ નહિ ભાવે,
જૂઠ માયા સબ સપનનકી … મોહે લાગી
જૂઠ માયા સબ સપનનકી … મોહે લાગી
ભવસાગર સબ સૂખ ગયા હે,
ફિકર નહીં મુખે તરનનકી … મોહે લાગી
ફિકર નહીં મુખે તરનનકી … મોહે લાગી
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ઉલટ ભઇ મોરે નયનનકી … મોહે લાગી
ઉલટ ભઇ મોરે નયનનકી … મોહે લાગી
કીને કાંકરી મોહે મારી રે
કીને કાંકરી મોહે મારી રે
જદુપતિ જલ ભરવા દો (2)
જદુપતિ જલ ભરવા દો (2)
સાવ સોનાની ઝારી અમારી
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..
રતન જડિત રઢીયાળી
સાસુ રિસાળ મોરી નણદી હઠીલી
દિયર દે મોહે ગારી રે …..
જદુપતિ જલ ભરવા દો …કીને કાંકરી …..
કદમ્બ તળે કહાના રાસ રમે ને
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….
નાચે રાધા પ્યારી
મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણ કમળ જાઉ વારી રે
જદુપતિ જલ ભરવા દો . …કીને કાંકરી ….
કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી
હે જી રે કર્મનો સંગાથી, રાણા મારું કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.
હે જી રે કર્મનો સંગાથી, હરિ વિણ કોઈ નથી.
હો એક રે ગાયનાં દો-દો વાછરું,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીનો પોઠિયો,
બીજો ઘાંચીડાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે માતાનાં દો-દો દીકરા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
બીજો ભારા વેચી ખાય … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે માટીનાં દો-દો મોરિયા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે મોરિયો શિવજીની ગળતી,
બીજો મસાણે મૂકાય … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે પત્થરનાં દો-દો ટુકડા,
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી
લખ્યાં એનાં જુદાં જુદાં લેખ,
એક રે બન્યો શિવજીની મૂર્તિ,
બીજો ગંગાજીને ઘાટ … હે જી રે કર્મનો સંગાથી
હો એક રે વેલાના દો દો તુંબડાં,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે તુંબડું સાધુના હાથમાં,
બીજું રાવળિયાને ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે વાંસની દો દો વાંસળી,
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
લખ્યાં એનાં જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનકુંવરની,
બીજી વાગે વાદીડાને રે ઘેર … હે જી રે કર્મનો સંગાથી.
હો એક રે માતને દો દો બેટડા,
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….
લખ્યાં એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય ….
હે જી રોહીદાસ ચરણે મીરાંબાઈ બોલીયા,
દેજો અમને સંત ચરણે વાસ … હે જી રે કર્મનો સંગાથી.
દેજો અમને સંત ચરણે વાસ … હે જી રે કર્મનો સંગાથી.
એ રી મૈં તો પ્રેમદિવાની
એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની.
મેરો દર્દ ના જાણે કોઈ … એ રી મૈં તો પ્રેમદિવાની.
શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે,
કી જિન જૌહર હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય … એ રી મૈં તો પ્રેમદિવાની.
- મીરાંબાઈ
મુખડાની માયા લાગી રે
મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા
પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા
- મીરાંબાઇ
કાનુડો શું જાણે મારી પીડ
કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….
વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….
જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….
હું વૈરાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….
- મીરાંબાઈ
No comments:
Post a Comment