તમે મન રે પવનને બાંધો રે હાં…
હે જી રે લાખા ! નુરતે નિરખો ને સુરતેથી પરખો હો જી
તમે સુરતા શૂન્યમાં જઈ સાંધો રે હાં…
હે જી રે લાખા ! નાદ ને બુંદની તમે ગાંઠું વાળો રે જી‚
પછી મૂળ વચને પવન થંભાવો રે હાં…
હે જી રે લાખા ! ઉલટ પવનને સુલટમાં શમાવો હો જી‚
એને એક જ ઘરમાં લઈ આવો રે હાં…
હે જી રે લાખા ! ઈંગલા પિંગલા સુખમણાને સાધો હો જી‚
ચન્દ્ર સૂરજને એક ઘીરે લાવો રે હાં…
હે જી રે લાખા ! ત્રિવેણી મહોલમાં જુવો ને તપાસી હો જી‚
પછી જ્યોતમાં જ્યોત મિલાવો રે હાં…
હે જી રે લાખા ! અનભે પદને તમે એણી પેરે પામો હો જી‚
જ્યોતું ઓળાંગી આઘાં તમે હાલો રે હાં…
હે જી રે લાખા ! શેલણશીની ચેલી સતી લોયણ બોલે હો જી‚
તો તો અકરતાના ઘરમાં મ્હાલો રે હાં…
લા ખા… હાં… લા વો… રે… કૂંચી… તો… તાળાં… ખોલિયે…
કૂંચી મારા મેરમ ગુરુ ને હાથ… લા ખા… હાં…
કૂંચિયુ છે માલમ ગુરુજી ને હાથ… ગુરુજી આવે તો તાળાં ઉઘડે…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા… હાં… અમ્મર આંબો આયાં રોપિયો‚ એની પાળ્યું રે પોગી છે પિયાળ‚ લા ખા…
હે… શાખું રે સરગાપર પુગિયું‚ એનો વેડનહારો હુશિયાર… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા હાં… એ… ખુંદી રે ખમે માતા ધરણી… અને વાઢી રે ખમે વનરાઈ‚ લા ખા…
હે… કઠણ વચન મારાં સાધુડાં ખમે‚ નીર તો સાયરમાં સમાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા હાં… એ… સૂરજ સમો નહીં ચાંદલો‚ ધરણી સમો નહીં આભ‚ લા ખા…
હે… ગુરુજી સમો નહીં ચેલકો‚ જેણે મૂળગો ગુમાવ્યો છે લાભ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા હાં… દૂધે રે ભરી તલાવડી‚ જેની મોતીડે રે બાંધેલ પાળ… લા ખા…
હે… સુગરા હશે તે એને ચાખશે‚ નુગરા પિયાસા રે જાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા હાં… કાશી રે નગરના ઘાટમાં‚ લખ રે આવે ને લખ જાય‚ લા ખા…
હે… સાધુ રે જનનો સંદેશડો‚ ખુલાસે કહ્યો નવ જાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા હાં… લાખો તો લાખુંમાં મ્હાલતો‚ કરતો હીરા હુંદા મૂલ‚ લાખા…
હે… કરણી ચૂક્યો ને થિયો કોઢિયો‚ ઈ તો થઈ ગ્યો કોડીને તૂલ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
લા ખા હાં… સોનું રે જાણી ને સેવિયો‚ કરમે નિવડિયું કથીર… લા ખા…
હે… શેલણશીની ચેલી લોયણ બોલિયાં‚ ગુરુ આવ્યે થાશો રે કંચનને તોલ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…
No comments:
Post a Comment