કહે હીરસાગર સુણો હરિજનો ,નામ નિરંજન હૈ ન્યારા
જે નામે આ સૃષ્ટી રચાણી રચાયા સર્વે બ્રહમાંડા ........કહે હીરસાગર સુણો હરિજનો
દેવી દેવતા એ નામ થકી છે નામ થકી શાસ્ત્ર પુરાણા
નામ થકી ચંદ્ર ને સુરજ નામ થી દસ અવતાર ........કહે હીરસાગર સુણો હરિજનો
નામ થકી અનેક સંતો।,ગ્રહી નામ આધારા
પીર પયગમ્બરો તીર્થકરો ,નામ ક સોઈ વિસ્તારા ........કહે હીરસાગર સુણો હરિજનો
નામ રૂપ ગુણ થી આગે પોતે ,સતનામ કિયા વિચારા
જે નામ અનામી પાયા ઘટ મેં નિરંતર હૈ નિરાધારા ........કહે હીરસાગર સુણો હરિજનો
નામ પાયા સતગુરુ ચરણ સે હુવા જીવ નીસ્તારા
સાચા વચન મહેશ્વરા ,મૂળ વચન માં વસે છે ગુણેશા
મૂળ વચન કરી લ્યો પક્કા ,જપી જપ અખંડા। ............1
ઓહંગ સોહમ ડો ચલે છે શ્વાસા ,દોઈ મળી છે એક જ્યોત પ્રકાશા
ડાબી ઇંગલા જમણી પિંગલા વછે સેજ સુખમણાં ક વાસા..........2
પવન ના પરખ્યા મન પવન બ્રહ્મના ,દેખ્યા એકજ આવાસા
દાસઉગા ને ગુરુ હિરસાગર મળીયા ,બતાવીયા સતબ્રહ્મ ઉપદેશા.......3
નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો રે
જે ભવસાગર નો આરો ,હરિજનો નિર્ભય નામ વિચારો રે
મેલી તર્ક વિતર્ક મન ના ,ગુરુ વચન ને ધારો
નિશ્ચલ વૃતિ કરો ગુરુ મેં મીટે ભવ ભટકારો ...........હરિજનો નિર્ભય નામ વિચારો રે
નિશ્ચલ વૃતિ કરો ગુરુ મેં મીટે ભવ ભટકારો ...........હરિજનો નિર્ભય નામ વિચારો રે
અખંડ અવિચલ આત્મા ,નહિ જાત વર્ણ વિચારો
જે નીસદીન ઘટ માં ગાજે ,મન પવન થી ન્યારો ...........હરિજનો નિર્ભય નામ વિચારો રે
હરદમ મેં હાજર રહેતા સુરતા કરે સંઘારો
ઓહંગ સોહમ બે તાર ગાજે ,વાગે છે એકતારો ...........હરિજનો નિર્ભય નામ વિચારો રે
સદગુરું દેવે કૃપા કરી જબ ,કિયો નામ ઉજીયારો
ઉગારામ ગુરુદેવ હમારા ,હીરસાગર કિનારો ...........હરિજનો નિર્ભય નામ વિચારો રેહમને ભેદ બતાયા સદગુરુ , અવિચલ જ્ઞાન સુનાયા
સદગુરુ હમને ભેદ બતાયા
ખોટી ભ્રમણા મારા તારા ની,જાળ જંજાળ મીટાયા
એક શબ્દ સતગુરુ દેવ નો ત્રિવિધિ તાપ બુજાયા
તે શબ્દ બ્રહ્મ સ્વરૂપ પોતે હરદમેં દમ સુનાયા
વેદ કુરાન પુરાણ બાઈબલ ,તે સતગુરુ શબ્દ ની છાયા
આગળ પાછળ તે છાયા માં હમને સદા ગુણ ગાયા
પુંજારામ પૂર્ણ પુરુષ ભેટ્યા ગુરુ ઉગારામ અજાયા
સાચા સતગુરુ તારણહાર તમોને વંદન વારંવાર
બ્રહ્મા વિષ્ણુ મહેસ જેવા
સમજી કરીએ આપની સેવા
મનમાં શંકા નહિ તલભાર તમોને વંદન વારંવાર
આપે ખોલી અંતર ની બારી
સહેજે મળ્યા દેવ મુરારી
ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર
સેવા સમરણ કાયમ આપો
ધ્યાને છૂટી ગયો સંસાર તમોને વંદન વારંવાર
સેવા સમરણ કાયમ આપો
દાસ જાની અંતર માં સ્થાપો
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર
લાલ ત્રંબક જશ ગુણ ગાવે
જનમ મરણ પાતક માં ના આવે
આપ છો દયા તણા ભંડાર તમોને વંદન વારંવાર



એવા સદગુરુજી મળિયા રે મારી સર્વે ભ્રમણા ભાંગી
જેના શ્વાસા માં સોહમ નામ નહી
એનો એળે ગયો અવતાર સહી ............જેના શ્વાસા માં સોહમ
જેની આંખો માં નિર્મળ નૂર નહી
એના અંતર માં આરામ નહી ............જેના શ્વાસા માં સોહમ
જેના મુખ માં સત્સંગ સર નહી
એવા નુગરા સલીલ નું કામ નહી ............જેના શ્વાસા માં સોહમ
જેના હર્દય માં સંતો નો ભાવ નહી
એવા કપટી કામી નું કામ નહી ............જેના શ્વાસા માં સોહમ
જેની નાંભી માં નામ નિશાન નહી
એવા જીવો ને ઠરવાનું થમ નહી ............જેના શ્વાસા માં સોહમ
જેને નિજ સ્વરૂપ માં ધ્યાન નહી
એવા માયાવી સેવક નું કામ નહી ............જેના શ્વાસા માં સોહમ
એવા માયાવી સેવક નું કામ નહી ............જેના શ્વાસા માં સોહમ
જેના હાથે પરમાર્થ દાન નહી
એવા ત્રંબક ધનિકો નું કામ નહી ............જેના શ્વાસા માં સોહમ
ગુરુજી ના નામ ની હો માળા છે ઘટ માં
સોહમ નામ ની હો માળા છે ઘટ માં
તુહી તુહી નામ ની હો માળા છે ઘટ માં ......ગુરુજી ના
આંખે દેખાય નહિ જીભે બોલાય નહિ
દમે દમે રટના હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
દમે દમે રટના હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
હોઠ કંઠ હાલે નહિ શ્રવણે સુણાય નહી
સહજ માં સમરણ હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
ગૌમુખી માં હાથ નહિ હાથે ફેરવાય નહિ
આપો આપ ફરતી હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
શબ્દ ની ટંકશાળ ઉઠે પર ની એ પાર થી
હંસ ઉલટ સોહમ હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
હંસ ઉલટ સોહમ હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
નામ શબ્દ માળા અખંડ અજવાળા
ભાગે અજ્ઞાન અંધારું હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
ભાગે અજ્ઞાન અંધારું હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
માળા છે એક એના બીબા અનંત માં
ફરે છે એક્ધારી હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
ફરે છે એક્ધારી હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
નિર્ગુણ માળા ફેરવી અનેક નાર નારી એ
ટળ્યા બંધન ચોરાસી ના હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
ભાણવંશ ઉગમફોંજ દાદા ઉગમેશ્વરે
ઘટોઘટ ઓળખાવી હો ........ માળા છે ઘટ માં ......ગુરુજી ના
ઉગમનાથે દયા કરી આપી ત્રંબક ને
ધીરે ધીરે ફેરવું હો ........ માળા છે ઘટ માં .....ગુરુજી ના .

અનંત રોગ નું ઓસડ સર મારે એક ગુરુજી નું નામ
સેવન કરતા ભવરોગ જાય મારે એક ગુરુજી નું નામ .........અનંત રોગ નું
અંતે દ્રઢ કર્યો મેં વિચાર મારે એક ગુરુજી નું નામ .........અનંત રોગ નું
સત્સંગ ની છે બલિહારી ને સંત સેવા થી સાંપડ્યું
મંથન કરતા તત્વ નો સર મારે એક ગુરુજી નું નામ .........અનંત રોગ નું
મોહ તના તાળા ને માટે ચાવી ગુરુ ગમ જ્ઞાન ની
ખોલી નાખ્યો દસમો દ્વાર મારે એક ગુરુજી નું નામ .........અનંત રોગ નું
ગુરુગમ જાગી લગની લાગી ભે ભ્રમણા ભાંગી
ત્રંબક ઉગમ ચારને પર મારે એક ગુરુજી નું નામ .........અનંત રોગ નું


એવા સદગુરુજી મળિયા રે મારી સર્વે ભ્રમણા ભાંગી
એવું તન માં લેજો તપાસી રે જો જો તમે ભીતર માં જાગી
જાગ્યા તે નર જગત જીત્યા ,ઊંઘે તે નર અથડાય
ગુરુગમ વિના ગોથા ખાવે તેથી નિજ ઘરે નહી પહોચાય
ગુરુગમ વિના ગોથા ખાવે તેથી નિજ ઘરે નહી પહોચાય
એવા અગમ ઘર ને ઓળખો રે તૃષ્ણા દેજો ત્યાગી રે .....એવા સદગુરુજી માળિયા રે
ગુરુગમ જેના હર્દય માં પ્રગટે ,હૈયે બની જાય હુલ્લાસ
એક મના થઇ ને અલખ આરાધે નહી કોઈ ની આશ
પર ઉપકારી રહેવે રે ભવિષ્ય તેનું લીધું ભાખી રે ..........એવા સદગુરુજી માળિયા રે
સદગુરુ મળ્યા ગગને ચડ્યા નુર સે નીરખ્યા મોરારી
આસન વાળી દ્રઢતા ધારી લેર મેં લેર સમાણી
ભક્તિ કરો ને ભલા ભાવ થી, કરજો ભલેરા કામ
શિખામણ રૂડી દિલ માનજો રહેજો સંતો ને ધામ
મળ્યો રે મોંઘેરો દેહ માનવી કીમત કરજો આ વાર
ભરમેં ભટક્સો ના ભૂલ થી ગ્રહ્જો ગુરુ નો આધાર .....ભક્તિ કરો ને ભલા ભાવ થી,
સાચા રે વેપારી વહાલા સંત છે સતગુરુ દિન ના દયાળ
કુડ કપટ ને પરહરી મન અર્પો ગુરુજી ની પાસ .....ભક્તિ કરો ને ભલા ભાવ થી,
જ્ઞાન રે દીપક ગુરુજી આપશે ,સતગુરુ ભગવાન આપો આપ
મનુષ્ય ન લેખો એને પ્રાણિયા નહીતર નકામો આ ભાર .....ભક્તિ કરો ને ભલા ભાવ થી,
મનુષ્ય ન લેખો એને પ્રાણિયા નહીતર નકામો આ ભાર .....ભક્તિ કરો ને ભલા ભાવ થી,
સર્વે પદાર્થ નો હું આત્મા ગુરુ સેવા એ ખુસી થાઉં
બીજા કોઈ કરમ રીઝવે , લાભુ નિત્ય ગુરુ ગુણ ગાઉ .....ભક્તિ કરો ને ભલા ભાવ થી,
No comments:
Post a Comment