Wednesday, October 2, 2013

અંતરામૃત




અમારા દુખ હરી લીધા સદગુરુ  હરીરામ
સુખ સઘળા સોંપી  દઈ ને જગ માં કીધા ન્યાલ ....(2).........
આંખલડી માં જેને અમી વરસે વાતલડી વિગતાળ
ઈ  વાતે મનડા  મોહ્યા ......ઠરી  ને બેઠો ઠામ  .....અમારા દુખ હરી લીધા સદગુરુ  હરીરામ
દાતારી જેના દિલ થી વહે દીધા ગેબી જ્ઞાન
ભીડ ભાંગી વાલે ભવે ભવ ની આપી ગુપત  દાન .....અમારા દુખ હરી લીધા સદગુરુ  હરીરામ
અનહદ આનંદ અંતરે વરસે કરુણા નો નહી પાંર
કીધી કૃપા ને વાલે કડી કાપી કર્મ ની તેણીવાર .....અમારા દુખ હરી લીધા સદગુરુ  હરીરામ
બની ખેવૈયા ગોવિંદ પધાર્યા પલ માં કીધા પાર
" બટુકરામ " દિલ થી વંદે વંદે વારંવાર .....અમારા દુખ હરી લીધા સદગુરુ  હરીરામ




સદગુરુ ના ગુણલા  ગાવા પ્રેમ થી પધારજો
સત્સંગ મોટા ધામ છે ત્યાં સ્નેહ થી સીધાવજો.........સદગુરુ ના ગુણલા  ગાવા

સગુણ રૂપે સંત મળ્યા છે સુરતા થી ને સેવજો
દેહ ભાવ ને દુર કરી ને સત્સંગ મહી બેસજો ........સદગુરુ ના ગુણલા  ગાવા


મન મંદિર માં મનોહર મૂર્તિ નૈનું થી નિહાળજો
 આપ બડાઈ ને અળગી કરી ને મેરમ  ને મનાવજો ........સદગુરુ નાગુણલા  ગાવા

હરદમ ના તાર મિલાવી તાળી રૂડી પાળજો
વિકારો થી વેગળા થઇ ને મનડા ને તમે ગાળજો.....સદગુરુનાગુણલાગાવા

પ્રેમી મળ્યા છે પુરા એને પ્રેમ થી રે પોખજો
અનન્ય ભાવો ઉર માં લાવીઅખંડ પ્રીતિ જોડજો ........સદગુરુ ના ગુણલા  ગાવા

દિલ દેવળ માં દર્શન થશે હૈયે હમ ધરજો
" દાસ બટુક " ના સ્વામી ને તમે ચેતન ચમ્મર ઢોળજો ........સદગુરુ ના ગુણલા  ગાવા

                             
                                                                                    


જે ભગવાન 



 સુરતા ને શબ્દે બંધાવી ગુરુજી તમે સુરતા ને શબ્દે બંધાવી

અગમ એંધાણી વાલા  આપે બતાવી
               ઠીક નિશાને ઠેરાની......... ગુરુજી તમે સુરતા ને શબ્દે બંધાવી

આકારો થી અળગા  કરાવી
પ્રીત પૂરાવ ની જગાડી .........ગુરુજી તમે સુરતા ને શબ્દે બંધાવી

નવ દરવાજે   ભૂલી ભટકતી
દસમો દ્વાર દેખાડી ......... ગુરુજી તમે સુરતા ને શબ્દે બંધાવી

સહજ શુન માં પીયુજી ને પામી
અવર દિલ નહી ડોલે ......... ગુરુજી તમે સુરતા ને શબ્દે બંધાવી

"દાસ બટુક " પર દયા વરસાવી
પુરણ પ્રીતું પિછાણી ......... ગુરુજી તમે સુરતા ને શબ્દે બંધાવી



ભગવાન શોધવા ક્યાં ભટકે
એ તારે શ્વાસે શ્વાસે છે
 અંતરયામી  આપ બેઠો
 હરદમ ધૂણી ધખાવે છે ....... ભગવાન શોધવા

                                                                                                
પાંચ તત્વ ના પરદા ઓથે
રહી જીવન ને ચલાવે છે
અખિલ ભુવન થી ઉતરી આવી
 વિરાટ વામન કહાવે છે .........ભગવાન શોધવા

નવ ઇન્દ્રિયો ના નવ દરવાજે
નૌતમ લીલા એની ભાસે છે
દસ માં દ્વારે દીદાર કરજે
પુરણ બ્રહમ પ્રકાશે છે..........ભગવાન શોધવા

શુંન  મંડળ માં સોહમ રૂપે
શામળિયો રહ્યો સોહી રે
ગગન મંડળ માં ગેબી રૂપે
અનહદ નાદ ગ જાવે છે ........ભગવાન શોધવા

સત  શબ્દ માં સુરતા ને સાંધો
પરખો તમે પાતળિયો રે
શાન સતગુરુ ની સમજી લેતા
 અંતર દરશે અલબેલો ..........ભગવાન શોધવા

ગહન ગતી ગોવિંદ કેરી 
ગુરુગમ  થી જણાશે 
  " બટુકરામ " નો જીગર જુનો
                               પ્રીતે થી પામશે રે....................ભગવાન શોધવા





ગુરુગમ જ્ઞાન માં હો આજ મને સાયબો દેખાય છે

બાન્દ્રા  રૂડા ગામ છે ને ઉગારામ ના ધામ છે
વચન ની વાત માં હો  આજ મને સાયબો દેખાય છે  
                                                            ગુરુગમ જ્ઞાન માં હો આજ 

અમર નગર ગામ છે ને પુંજલપીર ના ધામ છે 
એના સત્સંગ ના સુર માં હો આજ મને સાયબો દેખાય છે
                                       ગુરુગમ જ્ઞાન માં હો આજ

જામ જોધપુર ગામ છે ને વેગડા  ની નાત છે
છગનરામ ની શાન માં હો આજ મને સાયબો દેખાય છે
                                          ગુરુગમ જ્ઞાન માં હો આજ


ઘુનડા રૂડું ગામ છે ને પ્રગટ પુરણધામ છે
હરિરામ ના હાલ માં હો આજ મને સાયબો દેખાય છે
                                       ગુરુગમ જ્ઞાન માં હો આજ

સુરત ની શાન માં વિશ્રામ ધામ છે
મણીરામ ની મોંજ  માં હો આજ મને સાયબો દેખાય છે
                                      ગુરુગમ જ્ઞાન માં હો આજ

સાહેબ ધારા માં જુવો સંતો ની ખાણ  છે
" બટુકરામ " ની ખોજ માં હો આજ મને સાયબો દેખાય છે
                                        ગુરુગમ જ્ઞાન માં હો આજ


દીધા ગુરુ એ નિર્ભય એવા નામ જો
 નામે રે  નીરખો નિજારી મારો વાલમો

પરખો પસારો પ્રણવ નો પીંડ માય જો
હરદમ માં હિંચકે હજુરી મારો વાલમો ......દીધા ગુરુ એ નિર્ભય

શોભે શામળિયો સહજ શુંન  ની માય જો
અનંત નો અલગારી સોહે મારો વાલમો ......દીધા ગુરુ એ નિર્ભય

ભભકું ભાતીગળ ભરી ભ્રકુટી  માય જો
વ્રેહમંડ મા વિલસે  વૈરાગી મારો વાલમો ......દીધા ગુરુ એ નિર્ભય

ટમકે તારલીયા  તખત ત્રિવેણી માય જો
મનડા નો મોહન મુરારી મારો વાલમો ......દીધા ગુરુ એ નિર્ભય

બોલ્યા " બટુકરામ "બાવન ની એ બહાર જો
સુરતા નો સરભંગી સુહાગી મારો વાલમો ......દીધા ગુરુ એ નિર્ભય


No comments:

Post a Comment